એપ્રેન્ટીસ ભરતી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ.
જાહેરનામાં ક્રમાંક :૨૫ / ૨૦૨૫
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે એપ્રેન્ટિસ એકટ-૧૯૬૧ હેઠળ તથા સરકારશ્રીની મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠલ નીચે મુજબની ખાલી જગ્યાઓ પર ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું અરજી ફોર્મ. (જરૂરી આધાર પુરાવા સહિત) તા.૦૯/૧૨/૨૦૨૫ સુધીમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે Speed Post તથા રૂબરૂમાં મોકલી આપવવાની રહેશે.
પોસ્ટનું નામ - કોમ્પ્યુટર ઓપરેટર ક્રમ કલાર્ક
લઘુત્તમ લાયકાત નીચે મુજબ અથવા તેની - સ્નાતક (B.com), કોમ્પ્યુટરના જાણકાર
સંખ્યા - ૪
શરતો :-
૧. વય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષ સુધી.
૨. અરજીનો નમુનો યુનિવર્સિટીની વેબસાઈટ www.ngu.ac.in પર મુકવામાં આવેલ છે. સદર અરજી ફોર્મ સાથે જરૂરી
૩.ડોકયુમેન્ટ બિડાણ કરી આપવાની રહેશે. ૩. સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઈપેન્ડ પેટે ચુકવવામાં આવશે.
૪. એપ્રેન્ટીસનો ૧૧ માસનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.
૫. ઉમેદવારે અગાઉ એપ્રેન્ટીસશીપ કરેલ ન હોવી જોઈએ કે હાલમાં એપ્રેન્ટીસશીપ તરીકે ચાલુ ન હોવા જોઈએ.
૬. પસંદગી અંગેનો નિર્ણય હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો રહેશે.
૭. અધુરા પ્રમાણ પત્રોવાળી અરજી રદબાતલ ગણાશે.
૮. સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી.
૯. જે-તે જગ્યા પર પુરતા ઉમેદવારો નહી મળે તો જગ્યાની સંખ્યામાં ફેરફાર કરી અન્ય જગ્યા માટેના ઉમેદવારની ભરતી કરવાનો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો અધિકાર રહેશે.
૧૦. ઈન્ટરવ્યું કોલ લેટર મળ્યેથી ઈન્ટરવ્યુ માટે ઉમેદવારે સ્વ ખર્ચે આપવાનું રહેશે.
૧૧. અસલ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે, અરજી સાથે ઝેરોક્ષ પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

No comments:
Post a Comment
FREE STUDY MATERIAL FOR GOVT. JOB